$\mathrm{n}$ વિદ્યુતભારોના તંત્રના વિદ્યુતક્ષેત્રનું સૂત્ર લખો.
કારણ આપો : સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકાં અને નાના ટુકડાઓ આકર્ષાય છે.
મિલિકનના ઑઇલ ડ્રોપ પ્રયોગમાં $12$ વધારાના ઇલેક્ટ્રૉન ધરાવતું એક ઑઇલ ડ્રોપ $2.55 \times 10^{4}\; N\,C ^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઑઇલની ઘનતા $1.26 \;g \,cm ^{-3}$ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. $\left(g=9.81\; m s ^{-2} ; e=1.60 \times 10^{-19}\; \,C \right)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા ${AB}$ ને $120^{\circ}$ ના ખૂણે વાળીને $R$ ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. $(-Q)$ વિદ્યુતભારને સળિયા $AB$ પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}$ કેટલું હશે?
$\sigma$ પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ $R$ ત્રિજ્યાની તકતીને ${xy}$ સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો $z-$ અક્ષ પર ઉગમબિંદુથી $Z$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?
બે વિદ્યુતભારો $\pm 10\; \mu\, C$ એકબીજાથી $5.0 \,mm $ અંતરે મૂકેલા છે. $(a)$ આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના, તેના કેન્દ્રથી $15\, cm$ દૂર ધન વિધુતભાર બાજુ આવેલા $P$ બિંદુએ અને $(b)$ આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ તેમાંથી પસાર થતી અને પક્ષને લંબ રેખા પર $O$ થી $15\, cm$ દૂર રહેલા $Q$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર શોધો.